ગણિત-વિજ્ઞાન
પ્રદર્શન-2012
વિભાગ-4 માહિતી અને શૈક્ષણિક
કૃતિનું નામઃ- તરંગ
ટ્રાન્સમીશન
સિધ્ધાંતઃ- વિધુત
ઉર્જાનું તરંગ ઉર્જમાં રૂપાંતર
રચનાઃ- એફ.એમ-રેડિયો સ્ટેશન માટે એક ઈલેક્ટ્રોનિક
સર્કિટનો ઉપયોગ કરીને એફ.એમ રેડિયો સ્ટેશન બનાવવું. તેની બાજુમાં એક પ્લાસ્ટિકની
પટ્ટીઓ વડે ટાવર બનાવવો. જેના પર વાયર દ્વારા તરંગોને છોડી શકાય તે પ્રકારની
વ્યવસ્થા કરવી. એફ.એમ-રેડીયો સ્ટેશન પૂંઠા અને સફેદ કાગળની મદદથી બનાવવી. તેમજ એક મોબાઈલ ફોન કે
જે એફ.એમ સક્ષમ હોય તેના દ્વારા 98.5 ફ્રિકવન્સી સેટ કરીને એફ.એમ-રેડીયો સ્ટેશન દ્વારા પ્રસારીત થયેલા કાર્યક્રમ સાંભળી શકાય તે
પ્રકારની વ્યવસ્થા કરવી.
કાર્યપધ્ધતિઃ- એફ.એમ-રેડીયો સ્ટેશન દ્વારા પ્રસારીત થતા વિવિધ
તરંગો પ્રસારણ ટાવર દ્વારા પ્રસારીત કરવામાં આવે છે. પ્રસારણ ટાવર આ તરંગોને
ઉપગ્રહ તરફ વિધુતઉર્જામાંથી તરંગ ઉર્જામાં રૂપાંતર કરીને મોકલે છે જે ઉપગ્રહ
દ્વારા ઝીલીને સંમગ્ર પૃથ્વી પર મોકલવામાં આવે છે. જેથી સમગ્ર પૃથ્વી પર આ
ફ્રિકવન્સી ધરાવતા તમામ મોબાઈલમાં કે રેડીયોમાં તેને સાંભળી શકાય છે.
ફાયદાઃ- (1) મનોરંજન પૂરૂ પાડી શકાય છે.
(2) રેડીયા, ટી.વી વગેરે આ પધ્ધતિ
દ્વારા જ કાર્ય કરે છે.
(3) આર્મી, એરફોર્સ , નેવી વગેરે આજ પધ્ધતિ
દ્વારા માહિતી આદાન પ્રદાન કાર્ય કરે છે.
Comments
Post a Comment