Posts

Showing posts from August, 2012

શહિદ વીર ઉધમસિંહ

Image
શહિદ વીર ઉધમસિંહ                                    હું મારા જીવનની જરાપણ પરવાહ નથી કરતો, જો મોતની વાટ જોતો જોતો હું વૃદ્ધ થઈ જાઈશ તો મારા જીવનનો શો ફાયદો. જો મરવાનું જ છે તો હું જવાન મોત મરવા માગીશ અને હવે એ કરી રહ્યો છે. હું પોતાના દેશ માટે મરી રહ્યો છું.' આ શબ્દો છે અમર શહીદ ઉધમ સિંહના 31 જુલાઈ 1940ના રોજ પોતાના અંતિમ સમયે તેને કહ્યું હતા. આ ક્રાંતિકારીએ જલિયાવાલા બાગ નરસંહારનો બદલો લેવા માટે અંગ્રેજ અધિકારી જનરલ ડાયરને લંડનમાં જઈને હત્યા  હત્યા કરીને જ ઝંપ્યો હતો. બાદમાં ઉધમ સિંહનું નામ ભારતીય ઈતિહાસમાં અમર થઈ ગયું.   13મી એપ્રિલ 1919ના રોજ વૈશાખ માસના દિવસે અમૃતસરના જલિયાવાલા બાગમાં દેશભક્ત ડૉકટર સત્યપાલ સૈફુદ્દીન કિચલૂના ધરપકડ અને રોલેટ એક્ટના વિરોધમાં એક સભાનું આયોજન કરાયું હતું. આની સાથે સભામાં આશરે 10 હજાર લોકોની વિશાળ જનમેદની ભરાઈ હતી. અંગ્રેજ અધિકારી જનરલ ડાયરે પોતાના સિપાહીઓની સાથે આ સભા પર અંધાધૂંધ ગોળીબારી કરવી શરૂ કરી અને આ નરસંહારમાં હજારો ભારતીયો મોતને ભેટ્યાં હતાં.   ઉધમ સિંહ આ ભયાનક નરસંહારથી ખૂબ વિચલિત થયા હતા અને તેમને જનરલ ડાયરને ખત્મ કરવાના શપથ લી
Image
શહિદ વીર ઉધમસિંહ જલિયાવાલા બાગનું દ્રશ્ય. ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામનો ઈતિહાસ ગોરા અંગ્રેજોની ક્રૂર યાતનાઓથી ભર્યો પડ્યો છે. આવી જ એક દર્દનાક કહાણી છે અમૃતસરના જલિયાવાલા બાગની, જ્યારે એક ગોરા અંગ્રેજ અમલદારના હુકમ પર સેંકડો ભારતીયોને મોતના ઘાટ ઊતારી દેવાયાં.  આધુનિક ઈતિહાસની સૌથી નૃશંસ હત્યાકાંડોની તવારિખમાં સૌથી ટોચ પર જલિયાવાલા બાગ હત્યાકાંડ આવે છે. 13 એપ્રિલ 1919ના વૈશાખીના દિવસે હજારો લોકો રોલેટ એક્ટ અને રાષ્ટ્રવાદી નેતાઓ સત્યપાલ અને ડૉ. સૈફુદ્દીન કિચલુની ધરપકડના વિરોધમાં જલિયાવાલા બાગમાં એકત્ર થયા હતા. ત્યારે જનરલ રેજીનલ્ડ ડાયરે પંજાબના તત્કાલિન ગવર્નર માઈકલ ઓડવાયરના હુકમ પર ભારે અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો જેમાં સેંકડો લોકો મોતની ચીર નિદ્રામાં પોઢી ગયા હતાં.  જવાહર લાલ નહેરુ યુનિવર્સિટીના પ્રોફેસર ચમન લાલ અનુસાર  જલિયાવાલા બાગની સભા હિંન્દુ-મુસ્લિમની એકતાનું પ્રતીક હતી અને અંગ્રેજી હકુમત આ આયોજનને લઈને ખૂબ ખરાબ રીતે ગભરાઈ ગઈ હતી. અંગ્રેજોએ આ સભાને વિખેરવા માટે બને તેટલા પ્રયાસો કર્યો હતા પરંતુ તેઓ સફળ નહોતા થયા.  આ સભામાં ભાગ લેવા મુંબઈથી અમૃતસર આવી રહેલા મહાત્મા ગાંધીન