ગણિત-વિજ્ઞાન
પ્રદર્શન-2012
વિભાગ-1
કુદરતી સ્ત્રોતો અને તેનું સંરક્ષણ
કૃતિનું
નામઃ- બાષ્પિભવન અટકાવવું અને વિધ્યુત પેદા કરવું.
સિધ્ધાંતઃ-
સૌરઉર્જા અને અવરોધના સિધ્ધાંત પર કાર્ય કરે છે.
રચનાઃ-
સૌપ્રથમ એક 1 ઈછ વ્યાસના માપની એક પીવીસી પાઈપ લો. તે પાઈપને ઉપરથી કાપી નાખો અને
બન્ને બાજુ બુચ વડે બંધ કરો.જેથી કેનાલ જેવી રચના તૈયાર થઈ જશે. હવે બન્ને બુચને
કાણા પાડીને એક પાણીની પાઈપ પસાર કરો પાઈપોને એક નાના સબમર્સિબલ પંપ સાથે જોડીને પાણી
ભરેલા પાત્રમાં ડુબાડો. જેથી સબમર્સિબલ પંપ વડે કેનાલમાં પાણીને વહેતુ બતાવી શકાય.
કેનાલની ઉપરના ભાગમાં સૌરકોષો મુકો જેથી કેનાલની ઉપરની સપાટીને ઢાંકી શકાય. આ
સૌરકોષોની સાથે નીચેની તરફ ટર્બાઈન ગોઠવો જે પાણીની ગતિને લીધે ફરી શકતા હોય. આ
ટર્બાઈનને જનરેટર સાથે જોડી દો. જેથી વિજળી મેળવી શકાય.
કાર્યપધ્ધતિઃ- કેનાલ
પર ગોઠવેલ સૌરપેનલોના લીધે કરોડો લીટર પાણીના બાષ્પ બની જતુ અટકાવી શકાશે.
સાથે-સાથે સૌર પેનલો દ્વારા મોટા પ્રમાણમાં વિજળી મેળવી શકાશે જેથી કરોડો ચો.કિમી
જમીનનો બેવડો લાભ લઈ શકાય છે. સૌરપેનલોની
નિચે ગોઠવેલા ટર્બાઈન દ્વારા જનરેટરને ફેરવીને વિજળી પેદા કરી શકાય છે.
ફાયદાઃ- (1)
કરોડો લીટર પાણીનો બચાવ થતા લોકોની સુખાકારીમાં
વધારો કરી શકાય છે.
(2) સૌર પેનલો કેનાલ પર ગોઠવાતા લાખો
ચો.મીટર જમીન બચાવી શકાય છે.
(3) કેનાલના ગતિશિલ પાણીમાંથી વિજળી
મેળવી શકાય છે.
(4) સૌર પેનલો દ્વારા વિજળી પેદા કરી શકાય
છે.
Comments
Post a Comment