આ બ્લૉગ શોધો

બુધવાર, 12 સપ્ટેમ્બર, 2012


ગણિત-વિજ્ઞાન પ્રદર્શન-2012
વિભાગ-5-અ સામુદાયિક સ્વાસ્થ અને પર્યાવરણ
કૃતિનું નામઃ- ચોરી અટકાવતો આધુનિક રસ્તો
સિધ્ધાંતઃ- વિધુત ઉર્જાનું યાંત્રિક ઉર્જામાં રૂપાંતર


રચનાઃ-  સૌ પ્રથમ એક મોટી પેટી લઈ તે પેટી ને એક બાજુથી કાણુ પાડી તેની સાથે કોમ્પ્રેસર જોડો. આ પેટીમાં યોગ્ય અંતરે કાણા પાડેલી પી.વી.સીની પાઈપોને યોગ્ય માપ મુજબ ગોઠવવામાં આવી છે. આ પાઈપોની ઉપર કાંકરા પાઠરીને તેની ઉપર પ્રોસેસ કરેલી રેતી પાઠરવામાં આવી છે. આ રસ્તાની નજીક સુગર ફેક્ટરી અને બેકનું મકાન બનાવવામાં આવ્યુ છે.
કાર્યપધ્ધતિઃ- આધુનિક રસ્તાની રેતીની નિચે ગોઠવેલા જાળી વાળા પાઈપોની મદદથી જ્યારે હવા ફુંકાય છે ત્યારે પ્રોસેસ કરેલી રેતી ઉંચી-નીચી થાય છે અને તેના પરથી પસાર થતા વાહનના પૈડા રેતીમાં ધસી જાય છે અને સમગ્ર સાધન ફસાઈ જાય છે અને તેને ઝડપી પાડી ચોરી થતી અટકાવી શકાય છે.
ફાયદાઃ-  (1) બેક, ફેક્ટરી જેવા અગત્યની ઇમારતોમાંથી થતી ચોરી અટકાવી શકાય છે.
          (2) સંસદ ભવન, રાષ્ટ્રપતિ ભવન જેવા અગત્યની સરકારી ઈમારતોનું રક્ષણ કરી શકાય છે.
          (3) લશ્કરી થાણાની આજુબાજુ આવા આધુનિક રસ્તા બનાવીને દેશની સુરક્ષામાં વધારો કરી શકાય છે.
ગણિત-વિજ્ઞાન પ્રદર્શન-2012
વિભાગ-4 માહિતી અને શૈક્ષણિક       
કૃતિનું નામઃ- તરંગ ટ્રાન્સમીશન
સિધ્ધાંતઃ- વિધુત ઉર્જાનું તરંગ ઉર્જમાં રૂપાંતર

રચનાઃ- એફ.એમ-રેડિયો સ્ટેશન માટે એક ઈલેક્ટ્રોનિક સર્કિટનો ઉપયોગ કરીને એફ.એમ રેડિયો સ્ટેશન બનાવવું. તેની બાજુમાં એક પ્લાસ્ટિકની પટ્ટીઓ વડે ટાવર બનાવવો. જેના પર વાયર દ્વારા તરંગોને છોડી શકાય તે પ્રકારની વ્યવસ્થા કરવી. એફ.એમ-રેડીયો સ્ટેશન પૂંઠા અને સફેદ કાગળની મદદથી બનાવવી. તેમજ એક મોબાઈલ ફોન કે જે એફ.એમ સક્ષમ હોય તેના દ્વારા 98.5 ફ્રિકવન્સી સેટ કરીને એફ.એમ-રેડીયો સ્ટેશન દ્વારા પ્રસારીત થયેલા કાર્યક્રમ સાંભળી શકાય તે પ્રકારની વ્યવસ્થા કરવી.  
કાર્યપધ્ધતિઃ- એફ.એમ-રેડીયો સ્ટેશન દ્વારા પ્રસારીત થતા વિવિધ તરંગો પ્રસારણ ટાવર દ્વારા પ્રસારીત કરવામાં આવે છે. પ્રસારણ ટાવર આ તરંગોને ઉપગ્રહ તરફ વિધુતઉર્જામાંથી તરંગ ઉર્જામાં રૂપાંતર કરીને મોકલે છે જે ઉપગ્રહ દ્વારા ઝીલીને સંમગ્ર પૃથ્વી પર મોકલવામાં આવે છે. જેથી સમગ્ર પૃથ્વી પર આ ફ્રિકવન્સી ધરાવતા તમામ મોબાઈલમાં કે રેડીયોમાં તેને સાંભળી શકાય છે.
ફાયદાઃ- (1) મનોરંજન પૂરૂ પાડી શકાય છે.
         (2) રેડીયા, ટી.વી વગેરે આ પધ્ધતિ દ્વારા જ કાર્ય કરે છે.
          (3) આર્મી, એરફોર્સ , નેવી વગેરે આજ પધ્ધતિ દ્વારા માહિતી         આદાન પ્રદાન કાર્ય કરે છે.

રવિવાર, 9 સપ્ટેમ્બર, 2012ગણિત-વિજ્ઞાન પ્રદર્શન-2012
વિભાગ-3 પરિવહન અને સંદેશા વ્યવહાર
કૃતિનું નામઃ- જીપીએસ સિસ્ટમ સમજાવતું મોડેલ
સિધ્ધાંતઃ- ઉપગ્રહ અને કોમ્પ્યુટરની સંયુક્ત કાર્યપ્રણાલીના સિધ્ધાંત પર કાર્ય કરતી પ્રણાલી છે.

રચનાઃ- સૌપ્રથમ બે પૃથ્વીના ગોળા લો. તે પૈકી એક પર આકૃતિમાં બતાવ્યા મુજબ 24 ઉપગ્રહો ગોઠવો. બીજા ગોળા પર 4 ઉપગ્રહો ગોઠવો. ડેટા એનાલિસિસ માટે એક મધર સ્ટેશન કે જે ઉપગ્રહો દ્વારા આપવામાં આવતી માહિતીનું એનાલિસિસ કરી શકાય જે સર્વર તરીકે કામ કરે છે. ડીશ એન્ટેના અને ટાવર દ્વારા સમગ્ર રચનાને આખરી ઓપ આપવામાં આવે છે.

કાર્યપધ્ધતિઃ- પૃથ્વીના કોઈ પણ ખુણા પરથી કોઈ પણ સ્થળ અને વ્યક્તિ વિશેની માહિતી મેળવવી હોય તો જીપીએસ સક્ષમ ઓબ્જેક્ટ(સાધન)ની મદદથી સ્થળ કે વ્યક્તિ વિશે માહિતી મેળવવા માટે સર્ચ કરો. જીપીએસ ઓબ્જેક્ટ દ્વારા મોકલવામાં આવેલા તરંગો નજીકના ટાવર મારફતે ઉપગ્રહને માહિતી મોકલે છે અને આ માહિતી ઉપગ્રહ સર્વર(મધર સ્ટેશન) ને મોકલે છે. મધર સ્ટેશન નેવિગેશન સિસ્ટમ સાથે જોડાયેલા તમામ કુલ 24 ઉપગ્રહોને જે તે વ્યક્તિ કે સ્થળ વિશેની માહિતી મોકલે છે. જે સ્થળ કે વ્યક્તિની માહિતી જોયતી હોય તો તેની નજીકના કુલ 4 ઉપગ્રહો દ્વારા જે તે વસ્તુ કે વ્યક્તિની માહિતી સરળતાથી મેળવી શકાય છે. આ ચારે ઉપગ્રહો પોતાની માહિતી મધર સ્ટેશનને મોકલે છે અને મધર સ્ટેશન આ માહિતી જીપીએસ ઓબ્જેક્ટની સૌથી નજીકના ઉપગ્રહને અંતિમ માહિતી મોકલે છે જે જીપીએસ ઓબ્જેક્ટ દ્વારા સરળતાથી જોઈ શકાય છે. આમ ખુબ સરળતાથી ઉપગ્રહો દ્વારા સંચાલિત આ જીપીએસ સિસ્ટમ કાર્યરત છે.

શનિવાર, 8 સપ્ટેમ્બર, 2012


ગણિત-વિજ્ઞાન પ્રદર્શન-2012
વિભાગ-1 કુદરતી સ્ત્રોતો અને તેનું સંરક્ષણ
કૃતિનું નામઃ- બાષ્પિભવન અટકાવવું અને વિધ્યુત પેદા કરવું.
સિધ્ધાંતઃ- સૌરઉર્જા અને અવરોધના સિધ્ધાંત પર કાર્ય કરે છે.

રચનાઃ- સૌપ્રથમ એક 1 ઈછ વ્યાસના માપની એક પીવીસી પાઈપ લો. તે પાઈપને ઉપરથી કાપી નાખો અને બન્ને બાજુ બુચ વડે બંધ કરો.જેથી કેનાલ જેવી રચના તૈયાર થઈ જશે. હવે બન્ને બુચને કાણા પાડીને એક પાણીની પાઈપ પસાર કરો પાઈપોને એક નાના સબમર્સિબલ પંપ સાથે જોડીને પાણી ભરેલા પાત્રમાં ડુબાડો. જેથી સબમર્સિબલ પંપ વડે કેનાલમાં પાણીને વહેતુ બતાવી શકાય. કેનાલની ઉપરના ભાગમાં સૌરકોષો મુકો જેથી કેનાલની ઉપરની સપાટીને ઢાંકી શકાય. આ સૌરકોષોની સાથે નીચેની તરફ ટર્બાઈન ગોઠવો જે પાણીની ગતિને લીધે ફરી શકતા હોય. આ ટર્બાઈનને જનરેટર સાથે જોડી દો. જેથી વિજળી મેળવી શકાય.

કાર્યપધ્ધતિઃ- કેનાલ પર ગોઠવેલ સૌરપેનલોના લીધે કરોડો લીટર પાણીના બાષ્પ બની જતુ અટકાવી શકાશે. સાથે-સાથે સૌર પેનલો દ્વારા મોટા પ્રમાણમાં વિજળી મેળવી શકાશે જેથી કરોડો ચો.કિમી જમીનનો બેવડો લાભ  લઈ શકાય છે. સૌરપેનલોની નિચે ગોઠવેલા ટર્બાઈન દ્વારા જનરેટરને ફેરવીને વિજળી પેદા કરી શકાય છે.
 ફાયદાઃ- (1) કરોડો લીટર પાણીનો બચાવ થતા લોકોની સુખાકારીમાં વધારો કરી શકાય છે.
          (2) સૌર પેનલો કેનાલ પર ગોઠવાતા લાખો ચો.મીટર જમીન બચાવી શકાય છે.
          (3) કેનાલના ગતિશિલ પાણીમાંથી વિજળી મેળવી શકાય છે.
          (4) સૌર પેનલો દ્વારા વિજળી પેદા કરી શકાય છે.

ગણિત-વિજ્ઞાન પ્રદર્શન-2012 માં ભેસાણા પગાર કેન્દ્ર શાળાની કૃતિઓ


ગણિત-વિજ્ઞાન પ્રદર્શન-2012
વિભાગ-1 ઉધ્યોગ
કૃતિનું નામઃ- પાઈપ ઈસ્પેક્ષન રોબોટ
સિધ્ધાંતઃ- રોબોટની કાર્યપધ્ધતિ.
રચનાઃ- આકૃતિ-1માં બતાવ્યા મુજબનો એક ત્રણ સિડી જેવા આધારો વાળા ટાયરને જોડીને એક બંન્ને દિશામાં સરકી શકે તેવી તથા પોતાના વ્યાસ તરફ અને કેન્દ્ર તરફ સરકી શકે તેવી એક સાદી ગાડી જેવી રચના બનાવો. જેને સાદી મોટરો દ્વારા જોડવાથી રોબોટ આગળ-પાછળ સરકી શકે તેવો બને છે. રોબોટની આગળની તરફ વિડીયો કેમેરો જોડી તથા એલ ઈ ડી દ્વારા પ્રકાશ પાડીને તેના દ્વારા જીલાતુ દ્રશ્ય કોમ્પ્યુટર સ્ક્રિન પર જોઈ શકાય છે. એક મોટુ નકામુ ખોખુ લઈ તેમાં એક પાઈપ ગોઠવી તેમાં રોબોટ ગોઠવીને તેને રમકડાની ગાડીના રિમોટ સાથે જોડીને રિમોટ વડે આગળ-પાછળ ફળે તેમ ગોઠવી શકાય છે. સમગ્ર રચના સાથે કોમ્પ્યુટર જોડીને સમગ્ર રચનાને આખરી ઓપ આપવામાં આવેલ છે.

કાર્યપધ્ધતિઃ- આકૃતિ-1માં બતાવવામાં આવેલા રોબોટને પાઈપ દ્વારા બનાવવામાં આવેલ બોરવેલ જેવી રચનામાં મુકવામાં આવે છે ઈલેક્ટ્રોનિક રચના વડે તેને આગળ પાછળ મુવમેન્ટ કરી શકાય છે.  અને તેના દ્વારા પાઈપની સ્થિતિ જાણી શકાય છે. ઘણી વખત પાઈપમાં કે બોરવેલમાં બાળકો પડી જતા હોય છે પાઈપમાં તેમની સાચી  સ્થિતિ જાણી શકાતી નથી જેના દ્વારા બાળકો મૃત્યુ પામવાની ઘટનાઓ વારંવાર બને છે. આ રોબોટ દ્વારા પાઈપમાંની સ્પૂર્ણ સ્થિતિ કોમ્પ્યુટર સ્ક્રિન પર જોઈ શકાય છે અને તેના માટે આપણે ચોક્કસ દિશામાં બચાવ કામગીરી કરી શકીએ છીએ.

ફાયદાઃ-(1) બોરવેલમાં પડી ગયેલા બાળકોને બચાવી શકાય છે.
        (2) ઓઈલ હેરફેર કરતી પાઈપ લાઈનના ભંગાણની સ્થિતિ જાણી શકાય છે.
        (3) કોઈ પણ પ્રકારની ઔધોગિક પાઈપ લાઈનનું ઈસ્પેક્શન સરળતાથી કરી શકાય છે.

બુધવાર, 1 ઑગસ્ટ, 2012

શહિદ વીર ઉધમસિંહ

શહિદ વીર ઉધમસિંહ


                                  હું મારા જીવનની જરાપણ પરવાહ નથી કરતો, જો મોતની વાટ જોતો જોતો હું વૃદ્ધ થઈ જાઈશ તો મારા જીવનનો શો ફાયદો. જો મરવાનું જ છે તો હું જવાન મોત મરવા માગીશ અને હવે એ કરી રહ્યો છે. હું પોતાના દેશ માટે મરી રહ્યો છું.'

આ શબ્દો છે અમર શહીદ ઉધમ સિંહના 31 જુલાઈ 1940ના રોજ પોતાના અંતિમ સમયે તેને કહ્યું હતા. આ ક્રાંતિકારીએ જલિયાવાલા બાગ નરસંહારનો બદલો લેવા માટે અંગ્રેજ અધિકારી જનરલ ડાયરને લંડનમાં જઈને હત્યા  હત્યા કરીને જ ઝંપ્યો હતો. બાદમાં ઉધમ સિંહનું નામ ભારતીય ઈતિહાસમાં અમર થઈ ગયું.  


13મી એપ્રિલ 1919ના રોજ વૈશાખ માસના દિવસે અમૃતસરના જલિયાવાલા બાગમાં દેશભક્ત ડૉકટર સત્યપાલ સૈફુદ્દીન કિચલૂના ધરપકડ અને રોલેટ એક્ટના વિરોધમાં એક સભાનું આયોજન કરાયું હતું. આની સાથે સભામાં આશરે 10 હજાર લોકોની વિશાળ જનમેદની ભરાઈ હતી. અંગ્રેજ અધિકારી જનરલ ડાયરે પોતાના સિપાહીઓની સાથે આ સભા પર અંધાધૂંધ ગોળીબારી કરવી શરૂ કરી અને આ નરસંહારમાં હજારો ભારતીયો મોતને ભેટ્યાં હતાં.
 
ઉધમ સિંહ આ ભયાનક નરસંહારથી ખૂબ વિચલિત થયા હતા અને તેમને જનરલ ડાયરને ખત્મ કરવાના શપથ લીધા. થોડા દિવસો પચી ડાયર પાછો ઈંગ્લેન્ડ ચાલ્યો ગયો. ઉધમ સિંહે બદલો લેવા માટે પોતાનો પાસપોર્ટ બનાવ્યો અને ઈંગ્લેન્ડ ગયા. પોતાનો હેતુ પૂરો કરવા માટે અહીં તેમને પૂરા સાત વર્ષ લાગી ગયા. 13 માર્ચ 1940ના રોજ જનરલ ડાયર લંડનના કૉક્સટન હૉલમાં એક સભામાં સામેલ થવા માટે ગયા.

ઉધમ સિંહે એક મોટી પુસ્તકને વચ્ચેથી કાપીને તેની અંદર રિવોલ્વર સંતાડી રાખી હતી. મોકો મળતાની સાથે તે મંચ પર ઉપસ્થિત ડાયરને ટાર્ગેટ કરી 6 ગોળીઓ ચલાવી. જો કે ડાયરનું તો માત્ર બે ગોળીમાં પ્રાણપંખેરું ઊડી ગયું હતું. જનરલ ડાયરને મારીને ઉધમ સિંહ ત્યાંથી ભાગ્યા નહીં પરંતુ તેને પોતાની ધરપકડ કરાવી અને પોતાનું જીવન દેશની આઝાદી માટે સમર્પિત કરી દીધું. 
શહિદ વીર ઉધમસિંહ


જલિયાવાલા બાગનું દ્રશ્ય.

ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામનો ઈતિહાસ ગોરા અંગ્રેજોની ક્રૂર યાતનાઓથી ભર્યો પડ્યો છે. આવી જ એક દર્દનાક કહાણી છે અમૃતસરના જલિયાવાલા બાગની, જ્યારે એક ગોરા અંગ્રેજ અમલદારના હુકમ પર સેંકડો ભારતીયોને મોતના ઘાટ ઊતારી દેવાયાં. 

આધુનિક ઈતિહાસની સૌથી નૃશંસ હત્યાકાંડોની તવારિખમાં સૌથી ટોચ પર જલિયાવાલા બાગ હત્યાકાંડ આવે છે. 13 એપ્રિલ 1919ના વૈશાખીના દિવસે હજારો લોકો રોલેટ એક્ટ અને રાષ્ટ્રવાદી નેતાઓ સત્યપાલ અને ડૉ. સૈફુદ્દીન કિચલુની ધરપકડના વિરોધમાં જલિયાવાલા બાગમાં એકત્ર થયા હતા. ત્યારે જનરલ રેજીનલ્ડ ડાયરે પંજાબના તત્કાલિન ગવર્નર માઈકલ ઓડવાયરના હુકમ પર ભારે અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો જેમાં સેંકડો લોકો મોતની ચીર નિદ્રામાં પોઢી ગયા હતાં. 

જવાહર લાલ નહેરુ યુનિવર્સિટીના પ્રોફેસર ચમન લાલ અનુસાર જલિયાવાલા બાગની સભા હિંન્દુ-મુસ્લિમની એકતાનું પ્રતીક હતીઅને અંગ્રેજી હકુમત આ આયોજનને લઈને ખૂબ ખરાબ રીતે ગભરાઈ ગઈ હતી. અંગ્રેજોએ આ સભાને વિખેરવા માટે બને તેટલા પ્રયાસો કર્યો હતા પરંતુ તેઓ સફળ નહોતા થયા. 
આ સભામાં ભાગ લેવા મુંબઈથી અમૃતસર આવી રહેલા મહાત્મા ગાંધીને પલવલ રેલવે સ્ટેશન પર ધરપકડ કરી લેવાઈ હતી, પરંતુ સભાને રોકવામાં નિષ્ફળ જતાં પંજાબના ગવર્નર માઈરલ ઓડવાયરે જનરલ ડાયરને કહ્યું કે ભારતીયોને બરાબરનો પાઠ ભણાવી દો.

ઈતિહાસકાર માલતી અનુસાર, ગવર્નરના આ હુકમને લીધે ડાયર પોતાના સૈનિકોને લઈને જલિયાવાલા બાગને ચારેબાજુથી ઘેરી લીઘો અને ત્યાં રહેલાં 15થી 20 હજાર લોકો પર અંધાધૂંધ ગોળીબાર કર્યો. તેમના અનુસાર લોકોને ભાગવા માટે કોઈ રસ્તો નહોતો કારણ કે જલિયાવાલા બાગ ત્રણ બાજુએ મોટી દીવાલોથી ઘેરાયેલું હતું, આમાં પ્રવેશવાનો માત્ર એક નાનકડો રસ્તો હતો. ડાયરના સૈનિકોની બંદૂકો ત્યાં સુધી ચાલતી રહી જ્યાં સુધી તેમની ગોળીઓ પૂર્ણ ન થઈ. 

આ ઘટનામાં સેંકડો લોકો માર્યા ગયા, પરંતુ આનો પૂરતો આંકડો હજી સુધી નથી મળ્યો. કોંગ્રેસની તે સમયની રિપોર્ટ પ્રમાણે આ ઘટનામાં ઓછામાં ઓછા એક હજાર લોકો માર્યા હતા, અને બે હજાર લોકો ઘાયલ થયાં હતાં. સરકારી આંકડાઓમાં મરનારની સંખ્યા કુલ 379 બતાવાઈ હતી, પરંતુ પંડિત મદન મોહન માલવીયા પ્રમાણે આ જઘન્ય હત્યાકાંડમાં 1300 લોકો માર્યા ગયા હતાં. સ્વામી શ્રદ્ધાનંદે મરનારની સંખ્યા 1500 કરતાં વધુ જણાવી હતી. 

અમૃતસરના તત્કાલિન સિવિલ સર્જન ડૉ.સ્મિથ પ્રમાણએ આ ઘટનામાં 1500 કરતાં વધુ લોકો માર્યા હતા. આમછતાં પાર્કમાં લાગેલ તકતી પ્રમાણે લોકોએ પોતાનો જીવ બચાવવા માટે બાગમાં રહેલા કૂવામાં કૂદકો માર્યા જેમાંથી તે સમયે 120 લાશ મળી હતી. બ્રિટનના કેટલાક અખબારોએ તે સમયમાં આને આધુનિક ઈતિહાસનો સૌથી મોટો નૃશસ હત્યાકાંડ જાહેર કર્યો હતો. 

જલિયાવાલા બાગ થયેલા જઘન્ય હત્યાકાંડ આ ઘટના માટે જવાબદાર બ્રિટનના ગોરા અધિકારીઓની હાલત ખરાબ થઈ હતી. જલિયાવાલા બાગ હત્યાકાંડ સમયે સભામાં પાણી પીવડાવવાનું કામ કરનાર ઉધમસિંહે 13 માર્ચ 1940ના રોજ લંડનમાં માઈકલ ઓડવાયરને જાહેરમાં ગોળી મારીને મોતને ઘાટ ઉતાર્યો હતો, જ્યારે જનરલ ડાયર બીમારીઓથી પીડાઈને માથું પછાડી-પછાડીને મોતને ભેટ્યો હતો.