આવકાર

મિત્રો નવા સત્રની પૂર્વ સંધ્યાએ મારા બ્લોગની પુનઃ શરુઆત કરી રહ્યો છું. આપના આશીર્વાદ અને અભિપ્રાય આવકાર્ય છે.
  આજે( 05.11.2017 )ધોરણ 8 મા અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને NMMS ની પરીક્ષા છે. વેકેશન પહેલા મારી શાળાના બાળકોને 4.11.2017 ના રોજ બપોર પછી હોલટીકીટ લઈ જવી તેવી સુચના આપી હતી. 04.11.2017 ના સવાર સુધી કોઈ વિદ્યાર્થી કે વાલીનો ફોન ન આવતા મનમાં એક પ્રશ્ન થયો હતો કે શું મારી કેળવણી અને બાળકોને વિવિધ પરીક્ષા માટે સજ્જ કરીને સમય સાથે તાલ મીલાવવા યોગ્ય કરવાના મારા પ્રયત્નોની કોઈ અસર ન થઈ હોય?
  આવા જ વિચારો મનમાં રમતા હતાને સાથે મારી ગાડી રસ્તો કપે જતી હતી. 04.11.2017 ના રોજ કાર્તક પૂર્ણિમા હોઈ કુળદેવીને પ્રાર્થના કરવા ઊંઝા મંદિરે ગયો.( ઊંઝા વતનથી જતા રસ્તામાં આવે.)
માતાજીની પ્રાર્થનામાં પણ પેલો જ સવાલ કેમ કોઈ ફોન નહિ?
   પાટણથી આગળ વધ્યો ત્યારે અઢી વાગ્યા હશે. બનાસ આવી ત્યાં ફોન રણક્યો સાહેબ તમે ક્યારે ફોમ(હોલ ટિકિટ)આપવા આવશો?  ફોન પણ ગામના દુકાનવાળાનો!! મે પ્રત્યુતરમાં કહ્યુ 3.00  વાગ્યે? વળતો સવાલ કર્યો તુ એકલો આવ્યો છે કે બીજુ કોઈ આવ્યુ છે? "સાહેબ 25 જણા છીએ?"
જવાબ  સાંભળી એ ના નક્કી કરી શક્યો કે હું ખોટો પડ્યો કે મારી માન્યતા ખોટી પડી? પણ એ જરુર નક્કી કરી શક્યો કે મારી કેળવણી અને મારા વિદ્યાર્થીઓમાં સમયપાલનતા ચોક્કસ વિકસી છે.
 સ્કૂલે જઈને પુછ્યુ તો બાકીના 3 પણ આવી ગયા હતા. બધાને હોલ ટીકીટ (બાળકોને માટે ફોમ) મળી ગયા. પરીક્ષા અંગે જરુરી સુચનાઓ આપ્યાં. જતા જતા શરમાતા શરમાતા દિકરીઓ બોલી સાહેબ દિવાળીના રામ રામ.( શાળામાથી બાળકો ઘરે જાય એટલે જયશ્રી કૃષ્ણ કહેવાની પ્રણાલી વર્ષોથી છે. દિવાળી વેકેશન પડ્યુ ત્યારે બધાએ મને "હેપ્પી દિવાળી અને હેપ્પી ન્યુ યર કહેલુ.)

 નવા શૈક્ષણિક વર્ષની શુભેચ્છાઓ.

Comments

  1. બસ આમ જ લખતો રહેજે.... નવા સત્રની શુભેચ્છાઓ

    ReplyDelete
  2. ચોક્કસ લખતો રહીશ.

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

પોતીકી શાળા

શહિદ વીર ઉધમસિંહ