પોતીકી શાળા




   રોજ રિસેસ પડે ત્યારે મેદાનમાં રમતા બાળકોનું ધ્યાન રહે એ માટે શિક્ષકો હંમેશાં મેદાનમાં જ બેસે છે. આ ઉપરાંત શાળા શરુ થાય તે પહેલાં બાળકોને બેસવા માટે તેમજ રિસેસના સમયે વાંચન માટે મેદાનમાં યોગ્ય બેઠક નહોતી. આમ શિક્ષકો અને બાળકોના આ યક્ષ પ્રશ્ન ઉકેલવા શિક્ષકોએ એક એક બાંકડો પોતાના ખર્ચે શાળાને ભેટ આપવાનું નક્કી કર્યું. વેકેશન પહેલા ઓર્ડર અપાઈ ગયો. શાળાના 5 ભુતપૂર્વ વિદ્યાર્થીઓએ પણ પોતાનો બાંકડો શાળાને ભેટ આપ્યા.
આમ શાળાને નવા સત્રના પ્રથમ દિવસે જ શાળાને 14 બાંકડા મળ્યા.
નવા શૈક્ષણિક સત્રની સુંદર શરુઆત થઈ.


• પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ હંમેશાં કહેતા કોઈ પણ કાર્ય ત્યારે જ પોતાનું લાગે જ્યારે એમાં આપણી સેવા હોય.
• પૂજ્ય ગુરુહરિના આશીર્વચન આજે મને મારા સાથીઓની આંખમાં આવિર્ભાવ સ્વરુપે દેખાયા.
• શાળા આપણા સૌની છે અને તેનો વિકાસ એ દરેક વિદ્યાર્થી અને શિક્ષકની ફરજ છે આ બાબત ખરા અર્થમાં ચરિતાર્થ થતું જોઈ શક્યો.

શાળા પરિવાર તરફથી દાતાશ્રીઓનો આભાર.


Comments

Post a Comment

Popular posts from this blog

ભારતીય ગણિતમાં પાઈ