શહિદ વીર ઉધમસિંહ

શહિદ વીર ઉધમસિંહ


                                  હું મારા જીવનની જરાપણ પરવાહ નથી કરતો, જો મોતની વાટ જોતો જોતો હું વૃદ્ધ થઈ જાઈશ તો મારા જીવનનો શો ફાયદો. જો મરવાનું જ છે તો હું જવાન મોત મરવા માગીશ અને હવે એ કરી રહ્યો છે. હું પોતાના દેશ માટે મરી રહ્યો છું.'

આ શબ્દો છે અમર શહીદ ઉધમ સિંહના 31 જુલાઈ 1940ના રોજ પોતાના અંતિમ સમયે તેને કહ્યું હતા. આ ક્રાંતિકારીએ જલિયાવાલા બાગ નરસંહારનો બદલો લેવા માટે અંગ્રેજ અધિકારી જનરલ ડાયરને લંડનમાં જઈને હત્યા  હત્યા કરીને જ ઝંપ્યો હતો. બાદમાં ઉધમ સિંહનું નામ ભારતીય ઈતિહાસમાં અમર થઈ ગયું.  


13મી એપ્રિલ 1919ના રોજ વૈશાખ માસના દિવસે અમૃતસરના જલિયાવાલા બાગમાં દેશભક્ત ડૉકટર સત્યપાલ સૈફુદ્દીન કિચલૂના ધરપકડ અને રોલેટ એક્ટના વિરોધમાં એક સભાનું આયોજન કરાયું હતું. આની સાથે સભામાં આશરે 10 હજાર લોકોની વિશાળ જનમેદની ભરાઈ હતી. અંગ્રેજ અધિકારી જનરલ ડાયરે પોતાના સિપાહીઓની સાથે આ સભા પર અંધાધૂંધ ગોળીબારી કરવી શરૂ કરી અને આ નરસંહારમાં હજારો ભારતીયો મોતને ભેટ્યાં હતાં.
 
ઉધમ સિંહ આ ભયાનક નરસંહારથી ખૂબ વિચલિત થયા હતા અને તેમને જનરલ ડાયરને ખત્મ કરવાના શપથ લીધા. થોડા દિવસો પચી ડાયર પાછો ઈંગ્લેન્ડ ચાલ્યો ગયો. ઉધમ સિંહે બદલો લેવા માટે પોતાનો પાસપોર્ટ બનાવ્યો અને ઈંગ્લેન્ડ ગયા. પોતાનો હેતુ પૂરો કરવા માટે અહીં તેમને પૂરા સાત વર્ષ લાગી ગયા. 13 માર્ચ 1940ના રોજ જનરલ ડાયર લંડનના કૉક્સટન હૉલમાં એક સભામાં સામેલ થવા માટે ગયા.

ઉધમ સિંહે એક મોટી પુસ્તકને વચ્ચેથી કાપીને તેની અંદર રિવોલ્વર સંતાડી રાખી હતી. મોકો મળતાની સાથે તે મંચ પર ઉપસ્થિત ડાયરને ટાર્ગેટ કરી 6 ગોળીઓ ચલાવી. જો કે ડાયરનું તો માત્ર બે ગોળીમાં પ્રાણપંખેરું ઊડી ગયું હતું. જનરલ ડાયરને મારીને ઉધમ સિંહ ત્યાંથી ભાગ્યા નહીં પરંતુ તેને પોતાની ધરપકડ કરાવી અને પોતાનું જીવન દેશની આઝાદી માટે સમર્પિત કરી દીધું. 

Comments

Popular posts from this blog

પોતીકી શાળા

ભારતીય ગણિતમાં પાઈ