શહિદ વીર ઉધમસિંહ


જલિયાવાલા બાગનું દ્રશ્ય.

ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામનો ઈતિહાસ ગોરા અંગ્રેજોની ક્રૂર યાતનાઓથી ભર્યો પડ્યો છે. આવી જ એક દર્દનાક કહાણી છે અમૃતસરના જલિયાવાલા બાગની, જ્યારે એક ગોરા અંગ્રેજ અમલદારના હુકમ પર સેંકડો ભારતીયોને મોતના ઘાટ ઊતારી દેવાયાં. 

આધુનિક ઈતિહાસની સૌથી નૃશંસ હત્યાકાંડોની તવારિખમાં સૌથી ટોચ પર જલિયાવાલા બાગ હત્યાકાંડ આવે છે. 13 એપ્રિલ 1919ના વૈશાખીના દિવસે હજારો લોકો રોલેટ એક્ટ અને રાષ્ટ્રવાદી નેતાઓ સત્યપાલ અને ડૉ. સૈફુદ્દીન કિચલુની ધરપકડના વિરોધમાં જલિયાવાલા બાગમાં એકત્ર થયા હતા. ત્યારે જનરલ રેજીનલ્ડ ડાયરે પંજાબના તત્કાલિન ગવર્નર માઈકલ ઓડવાયરના હુકમ પર ભારે અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો જેમાં સેંકડો લોકો મોતની ચીર નિદ્રામાં પોઢી ગયા હતાં. 

જવાહર લાલ નહેરુ યુનિવર્સિટીના પ્રોફેસર ચમન લાલ અનુસાર જલિયાવાલા બાગની સભા હિંન્દુ-મુસ્લિમની એકતાનું પ્રતીક હતીઅને અંગ્રેજી હકુમત આ આયોજનને લઈને ખૂબ ખરાબ રીતે ગભરાઈ ગઈ હતી. અંગ્રેજોએ આ સભાને વિખેરવા માટે બને તેટલા પ્રયાસો કર્યો હતા પરંતુ તેઓ સફળ નહોતા થયા. 
આ સભામાં ભાગ લેવા મુંબઈથી અમૃતસર આવી રહેલા મહાત્મા ગાંધીને પલવલ રેલવે સ્ટેશન પર ધરપકડ કરી લેવાઈ હતી, પરંતુ સભાને રોકવામાં નિષ્ફળ જતાં પંજાબના ગવર્નર માઈરલ ઓડવાયરે જનરલ ડાયરને કહ્યું કે ભારતીયોને બરાબરનો પાઠ ભણાવી દો.

ઈતિહાસકાર માલતી અનુસાર, ગવર્નરના આ હુકમને લીધે ડાયર પોતાના સૈનિકોને લઈને જલિયાવાલા બાગને ચારેબાજુથી ઘેરી લીઘો અને ત્યાં રહેલાં 15થી 20 હજાર લોકો પર અંધાધૂંધ ગોળીબાર કર્યો. તેમના અનુસાર લોકોને ભાગવા માટે કોઈ રસ્તો નહોતો કારણ કે જલિયાવાલા બાગ ત્રણ બાજુએ મોટી દીવાલોથી ઘેરાયેલું હતું, આમાં પ્રવેશવાનો માત્ર એક નાનકડો રસ્તો હતો. ડાયરના સૈનિકોની બંદૂકો ત્યાં સુધી ચાલતી રહી જ્યાં સુધી તેમની ગોળીઓ પૂર્ણ ન થઈ. 

આ ઘટનામાં સેંકડો લોકો માર્યા ગયા, પરંતુ આનો પૂરતો આંકડો હજી સુધી નથી મળ્યો. કોંગ્રેસની તે સમયની રિપોર્ટ પ્રમાણે આ ઘટનામાં ઓછામાં ઓછા એક હજાર લોકો માર્યા હતા, અને બે હજાર લોકો ઘાયલ થયાં હતાં. સરકારી આંકડાઓમાં મરનારની સંખ્યા કુલ 379 બતાવાઈ હતી, પરંતુ પંડિત મદન મોહન માલવીયા પ્રમાણે આ જઘન્ય હત્યાકાંડમાં 1300 લોકો માર્યા ગયા હતાં. સ્વામી શ્રદ્ધાનંદે મરનારની સંખ્યા 1500 કરતાં વધુ જણાવી હતી. 

અમૃતસરના તત્કાલિન સિવિલ સર્જન ડૉ.સ્મિથ પ્રમાણએ આ ઘટનામાં 1500 કરતાં વધુ લોકો માર્યા હતા. આમછતાં પાર્કમાં લાગેલ તકતી પ્રમાણે લોકોએ પોતાનો જીવ બચાવવા માટે બાગમાં રહેલા કૂવામાં કૂદકો માર્યા જેમાંથી તે સમયે 120 લાશ મળી હતી. બ્રિટનના કેટલાક અખબારોએ તે સમયમાં આને આધુનિક ઈતિહાસનો સૌથી મોટો નૃશસ હત્યાકાંડ જાહેર કર્યો હતો. 

જલિયાવાલા બાગ થયેલા જઘન્ય હત્યાકાંડ આ ઘટના માટે જવાબદાર બ્રિટનના ગોરા અધિકારીઓની હાલત ખરાબ થઈ હતી. જલિયાવાલા બાગ હત્યાકાંડ સમયે સભામાં પાણી પીવડાવવાનું કામ કરનાર ઉધમસિંહે 13 માર્ચ 1940ના રોજ લંડનમાં માઈકલ ઓડવાયરને જાહેરમાં ગોળી મારીને મોતને ઘાટ ઉતાર્યો હતો, જ્યારે જનરલ ડાયર બીમારીઓથી પીડાઈને માથું પછાડી-પછાડીને મોતને ભેટ્યો હતો. 

Comments

Post a Comment

Popular posts from this blog

પોતીકી શાળા

ભારતની વિશ્વને ભેટ.