જરા વિચારીએ ! (આપને ભણેલા આવું લખીએ તો ?)

   

ગુજરાતી ભાષા આપની માતૃભાષા છે. પરંતુ તાજેતરના વર્ષોમાં આપણો અન્ય ભાષાઓ માટેનો પ્રેમ વધુ જોવા મળે છે જેના પરિણામ સ્વરૂપે આપણે અંગ્રેજીનો કોઈ સ્પેલિંગ ખુબ સારી રીતે લખી શકીએ છીએ પરંતુ ગુજરાતી ભાષાના કોઈ શબ્દનો કોઈ સ્પેલિંગ ( જોડણી ) સાચી રીતે લખી શકતા નથી. ગુજરાતી તરીકે આ બાબતે આપણે કશું ન કરી શકીએ?  આવા વિચાર સાથે ગુજરાતી ભાષાને નમસ્કાર કરવાના હેતુથી મારા બ્લોગની શરૂઆત આ લેખથી કરી રહ્યો છું આશા છે કે તમને ગમશે!

  •       સુરત શહેર 'ડાયમંડ સીટી' તરીકે વિખ્યાત છે.  
                ( સીટી= સિસોટી; સિટી=શહેર )
  •        તમારો દીકરો અહિ છે.
                (અહિ=સાપ; અહીં =આ સ્થળે )
  •       આવતીકાલે ગુજરાતીની બૂક લાવવી.
                 ( બૂક= કોળિયો; બુક=ચોપડી )
  •      આયુષે ગણિતમાં ૧૦૦ ગૂંણ મેળવ્યા.
                ( ગુણ=માર્ક; ગૂંણ=કોથળો )
  •       મારી પુત્રવધુ શિલા ગુણવાન છે. 
                 ( શીલા=શીલવતી સ્ત્રી; શિલા=પથ્થર)
                 ( વધુ= વધારે; વધૂ=છોકરાની વહુ) 


                                             ઉપરના કેટલાક ઉદાહરણો મુક્યા છે, તે આપણને વિચારવા માટે મજબુર કરે છે. સીટી= સિસોટી થાય અને  સિટી=શહેર થાય એક જોડણી ભૂલ આખા શબ્દનો અર્થ બદલી નાખે છે. તે જ રીતે અહિ=સાપ અને અહીં =આ સ્થળે બને શબ્દો ના અર્થના આધારે તમે વિચએઈ શકો છો કે દીકરો સાપ છે કે સ્થળે રહેલો છે. 
                                            આવા અનેક ઉદાહરણો આપની સમક્ષ જોવા મળે છે. જ્યારે જયારે તક મળશે ત્યારે લખતો રહીશ.તમારા વિચારો પણ મને મેલ થી મોકલી આપશો તો ગમશે.  

Comments

  1. MITRO GUJARATI LAKHATI VAKHATE PADELI KETALIK TAKLIFO NA LIDHE KETLAK SHABDO KHOTA LAKHAYA CHHE JENE DAR GUJAR KARJO. KARAN KE AJE HU BLOG MA ADMITION MELVI RAHYO CHHU BAKI TAMARA PAR CHHODU CHHU.

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

પોતીકી શાળા

ભારતીય ગણિતમાં પાઈ