
ગણિત-વિજ્ઞાન પ્રદર્શન-2012 વિભાગ-5-અ સામુદાયિક સ્વાસ્થ અને પર્યાવરણ કૃતિનું નામઃ- ચોરી અટકાવતો આધુનિક રસ્તો સિધ્ધાંતઃ- વિધુત ઉર્જાનું યાંત્રિક ઉર્જામાં રૂપાંતર રચનાઃ- સૌ પ્રથમ એક મોટી પેટી લઈ તે પેટી ને એક બાજુથી કાણુ પાડી તેની સાથે કોમ્પ્રેસર જોડો. આ પેટીમાં યોગ્ય અંતરે કાણા પાડેલી પી.વી.સીની પાઈપોને યોગ્ય માપ મુજબ ગોઠવવામાં આવી છે. આ પાઈપોની ઉપર કાંકરા પાઠરીને તેની ઉપર પ્રોસેસ કરેલી રેતી પાઠરવામાં આવી છે. આ રસ્તાની નજીક સુગર ફેક્ટરી અને બેકનું મકાન બનાવવામાં આવ્યુ છે. કાર્યપધ્ધતિઃ- આધુનિક રસ્તાની રેતીની નિચે ગોઠવેલા જાળી વાળા પાઈપોની મદદથી જ્યારે હવા ફુંકાય છે ત્યારે પ્રોસેસ કરેલી રેતી ઉંચી-નીચી થાય છે અને તેના પરથી પસાર થતા વાહનના પૈડા રેતીમાં ધસી જાય છે અને સમગ્ર સાધન ફસાઈ જાય છે અને તેને ઝડપી પાડી ચોરી થતી અટકાવી શકાય છે. ફાયદાઃ - (1) બેક, ફેક્ટરી જેવા અગત્યની ઇમારતોમાંથી થતી ચોરી અટકાવી શકાય છે. (2) સંસદ ભવન, રાષ્ટ્રપતિ ભવન જેવા અગત્યની સરકારી ઈમારતોનું રક્ષણ કરી શકાય છે. ...