Posts

Showing posts from 2017

પોતીકી શાળા

Image
   રોજ રિસેસ પડે ત્યારે મેદાનમાં રમતા બાળકોનું ધ્યાન રહે એ માટે શિક્ષકો હંમેશાં મેદાનમાં જ બેસે છે. આ ઉપરાંત શાળા શરુ થાય તે પહેલાં બાળકોને બેસવા માટે તેમજ રિસેસના સમયે વાંચન માટે મેદાનમાં યોગ્ય બેઠક નહોતી. આમ શિક્ષકો અને બાળકોના આ યક્ષ પ્રશ્ન ઉકેલવા શિક્ષકોએ એક એક બાંકડો પોતાના ખર્ચે શાળાને ભેટ આપવાનું નક્કી કર્યું. વેકેશન પહેલા ઓર્ડર અપાઈ ગયો. શાળાના 5 ભુતપૂર્વ વિદ્યાર્થીઓએ પણ પોતાનો બાંકડો શાળાને ભેટ આપ્યા. આમ શાળાને નવા સત્રના પ્રથમ દિવસે જ શાળાને 14 બાંકડા મળ્યા. નવા શૈક્ષણિક સત્રની સુંદર શરુઆત થઈ. • પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ હંમેશાં કહેતા કોઈ પણ કાર્ય ત્યારે જ પોતાનું લાગે જ્યારે એમાં આપણી સેવા હોય. • પૂજ્ય ગુરુહરિના આશીર્વચન આજે મને મારા સાથીઓની આંખમાં આવિર્ભાવ સ્વરુપે દેખાયા. • શાળા આપણા સૌની છે અને તેનો વિકાસ એ દરેક વિદ્યાર્થી અને શિક્ષકની ફરજ છે આ બાબત ખરા અર્થમાં ચરિતાર્થ થતું જોઈ શક્યો. શાળા પરિવાર તરફથી દાતાશ્રીઓનો આભાર.
  આવકાર મિત્રો નવા સત્રની પૂર્વ સંધ્યાએ મારા બ્લોગની પુનઃ શરુઆત કરી રહ્યો છું. આપના આશીર્વાદ અને અભિપ્રાય આવકાર્ય છે.   આજે( 05.11.2017 )ધોરણ 8 મા અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને NMMS ની પરીક્ષા છે. વેકેશન પહેલા મારી શાળાના બાળકોને 4.11.2017 ના રોજ બપોર પછી હોલટીકીટ લઈ જવી તેવી સુચના આપી હતી. 04.11.2017 ના સવાર સુધી કોઈ વિદ્યાર્થી કે વાલીનો ફોન ન આવતા મનમાં એક પ્રશ્ન થયો હતો કે શું મારી કેળવણી અને બાળકોને વિવિધ પરીક્ષા માટે સજ્જ કરીને સમય સાથે તાલ મીલાવવા યોગ્ય કરવાના મારા પ્રયત્નોની કોઈ અસર ન થઈ હોય?   આવા જ વિચારો મનમાં રમતા હતાને સાથે મારી ગાડી રસ્તો કપે જતી હતી. 04.11.2017 ના રોજ કાર્તક પૂર્ણિમા હોઈ કુળદેવીને પ્રાર્થના કરવા ઊંઝા મંદિરે ગયો.( ઊંઝા વતનથી જતા રસ્તામાં આવે.) માતાજીની પ્રાર્થનામાં પણ પેલો જ સવાલ કેમ કોઈ ફોન નહિ?    પાટણથી આગળ વધ્યો ત્યારે અઢી વાગ્યા હશે. બનાસ આવી ત્યાં ફોન રણક્યો સાહેબ તમે ક્યારે ફોમ(હોલ ટિકિટ)આપવા આવશો?  ફોન પણ ગામના દુકાનવાળાનો!! મે પ્રત્યુતરમાં કહ્યુ 3.00  વાગ્યે? વળતો સવાલ કર્યો તુ એકલો આવ્યો છે કે બીજુ કોઈ આવ્યુ છ...