Posts

Showing posts from September, 2012
Image
ગણિત-વિજ્ઞાન પ્રદર્શન-2012 વિભાગ-5-અ સામુદાયિક સ્વાસ્થ અને પર્યાવરણ કૃતિનું નામઃ- ચોરી અટકાવતો આધુનિક રસ્તો સિધ્ધાંતઃ- વિધુત ઉર્જાનું યાંત્રિક ઉર્જામાં રૂપાંતર રચનાઃ-   સૌ પ્રથમ એક મોટી પેટી લઈ તે પેટી ને એક બાજુથી કાણુ પાડી તેની સાથે કોમ્પ્રેસર જોડો. આ પેટીમાં યોગ્ય અંતરે કાણા પાડેલી પી.વી.સીની પાઈપોને યોગ્ય માપ મુજબ ગોઠવવામાં આવી છે. આ પાઈપોની ઉપર કાંકરા પાઠરીને તેની ઉપર પ્રોસેસ કરેલી રેતી પાઠરવામાં આવી છે. આ રસ્તાની નજીક સુગર ફેક્ટરી અને બેકનું મકાન બનાવવામાં આવ્યુ છે. કાર્યપધ્ધતિઃ- આધુનિક રસ્તાની રેતીની નિચે ગોઠવેલા જાળી વાળા પાઈપોની મદદથી જ્યારે હવા ફુંકાય છે ત્યારે પ્રોસેસ કરેલી રેતી ઉંચી-નીચી થાય છે અને તેના પરથી પસાર થતા વાહનના પૈડા રેતીમાં ધસી જાય છે અને સમગ્ર સાધન ફસાઈ જાય છે અને તેને ઝડપી પાડી ચોરી થતી અટકાવી શકાય છે. ફાયદાઃ -  (1) બેક, ફેક્ટરી જેવા અગત્યની ઇમારતોમાંથી થતી ચોરી અટકાવી શકાય છે.           (2) સંસદ ભવન, રાષ્ટ્રપતિ ભવન જેવા અગત્યની સરકારી ઈમારતોનું રક્ષણ કરી શકાય છે.  ...
Image
ગણિત-વિજ્ઞાન પ્રદર્શન-2012 વિભાગ- 4 માહિતી અને શૈક્ષણિક        કૃતિનું નામઃ - તરંગ ટ્રાન્સમીશન સિધ્ધાંતઃ - વિધુત ઉર્જાનું તરંગ ઉર્જમાં રૂપાંતર રચનાઃ- એફ.એમ-રેડિયો સ્ટેશન માટે એક ઈલેક્ટ્રોનિક સર્કિટનો ઉપયોગ કરીને એફ.એમ રેડિયો સ્ટેશન બનાવવું. તેની બાજુમાં એક પ્લાસ્ટિકની પટ્ટીઓ વડે ટાવર બનાવવો. જેના પર વાયર દ્વારા તરંગોને છોડી શકાય તે પ્રકારની વ્યવસ્થા કરવી. એફ.એમ-રેડીયો સ્ટેશન પૂંઠા અને સફેદ કાગળની મદદથી બનાવવી. તેમજ એક મોબાઈલ ફોન કે જે એફ.એમ સક્ષમ હોય તેના દ્વારા 98.5 ફ્રિકવન્સી સેટ કરીને એફ.એમ-રેડીયો સ્ટેશન દ્વારા પ્રસારીત થયેલા કાર્યક્રમ સાંભળી શકાય તે પ્રકારની વ્યવસ્થા કરવી.   કાર્યપધ્ધતિઃ- એફ.એમ-રેડીયો સ્ટેશન દ્વારા પ્રસારીત થતા વિવિધ તરંગો પ્રસારણ ટાવર દ્વારા પ્રસારીત કરવામાં આવે છે. પ્રસારણ ટાવર આ તરંગોને ઉપગ્રહ તરફ વિધુતઉર્જામાંથી તરંગ ઉર્જામાં રૂપાંતર કરીને મોકલે છે જે ઉપગ્રહ દ્વારા ઝીલીને સંમગ્ર પૃથ્વી પર મોકલવામાં આવે છે. જેથી સમગ્ર પૃથ્વી પર આ ફ્રિકવન્સી ધરાવતા તમામ મોબાઈલમાં કે રેડીયોમાં તેને સાંભળી શકાય છે. ફાયદા...
Image
ગણિત-વિજ્ઞાન પ્રદર્શન-2012 વિભાગ- 3 પરિવહન અને સંદેશા વ્યવહાર કૃતિનું નામઃ- જીપીએસ સિસ્ટમ સમજાવતું મોડેલ સિધ્ધાંતઃ- ઉપગ્રહ અને કોમ્પ્યુટરની સંયુક્ત કાર્યપ્રણાલીના સિધ્ધાંત પર કાર્ય કરતી પ્રણાલી છે. રચનાઃ- સૌપ્રથમ બે પૃથ્વીના ગોળા લો. તે પૈકી એક પર આકૃતિમાં બતાવ્યા મુજબ 24 ઉપગ્રહો ગોઠવો. બીજા ગોળા પર 4 ઉપગ્રહો ગોઠવો. ડેટા એનાલિસિસ માટે એક મધર સ્ટેશન કે જે ઉપગ્રહો દ્વારા આપવામાં આવતી માહિતીનું એનાલિસિસ કરી શકાય જે સર્વર તરીકે કામ કરે છે. ડીશ એન્ટેના અને ટાવર દ્વારા સમગ્ર રચનાને આખરી ઓપ આપવામાં આવે છે. કાર્યપધ્ધતિઃ- પૃથ્વીના કોઈ પણ ખુણા પરથી કોઈ પણ સ્થળ અને વ્યક્તિ વિશેની માહિતી મેળવવી હોય તો જીપીએસ સક્ષમ ઓબ્જેક્ટ(સાધન)ની મદદથી સ્થળ કે વ્યક્તિ વિશે માહિતી મેળવવા માટે સર્ચ કરો. જીપીએસ ઓબ્જેક્ટ દ્વારા મોકલવામાં આવેલા તરંગો નજીકના ટાવર મારફતે ઉપગ્રહને માહિતી મોકલે છે અને આ માહિતી ઉપગ્રહ સર્વર(મધર સ્ટેશન) ને મોકલે છે. મધર સ્ટેશન નેવિગેશન સિસ્ટમ સાથે જોડાયેલા તમામ કુલ 24 ઉપગ્રહોને જે તે વ્યક્તિ કે સ્થળ વિશેની માહિતી મોકલે છે. જે સ્થળ કે વ્યક્તિની માહિતી જોયતી હોય...
Image
ગણિત-વિજ્ઞાન પ્રદર્શન-2012 વિભાગ-1 કુદરતી સ્ત્રોતો અને તેનું સંરક્ષણ કૃતિનું નામઃ- બાષ્પિભવન અટકાવવું અને વિધ્યુત પેદા કરવું. સિધ્ધાંતઃ- સૌરઉર્જા અને અવરોધના સિધ્ધાંત પર કાર્ય કરે છે. રચનાઃ- સૌપ્રથમ એક 1 ઈછ વ્યાસના માપની એક પીવીસી પાઈપ લો. તે પાઈપને ઉપરથી કાપી નાખો અને બન્ને બાજુ બુચ વડે બંધ કરો.જેથી કેનાલ જેવી રચના તૈયાર થઈ જશે. હવે બન્ને બુચને કાણા પાડીને એક પાણીની પાઈપ પસાર કરો પાઈપોને એક નાના સબમર્સિબલ પંપ સાથે જોડીને પાણી ભરેલા પાત્રમાં ડુબાડો. જેથી સબમર્સિબલ પંપ વડે કેનાલમાં પાણીને વહેતુ બતાવી શકાય. કેનાલની ઉપરના ભાગમાં સૌરકોષો મુકો જેથી કેનાલની ઉપરની સપાટીને ઢાંકી શકાય. આ સૌરકોષોની સાથે નીચેની તરફ ટર્બાઈન ગોઠવો જે પાણીની ગતિને લીધે ફરી શકતા હોય. આ ટર્બાઈનને જનરેટર સાથે જોડી દો. જેથી વિજળી મેળવી શકાય. કાર્યપધ્ધતિઃ- કેનાલ પર ગોઠવેલ સૌરપેનલોના લીધે કરોડો લીટર પાણીના બાષ્પ બની જતુ અટકાવી શકાશે. સાથે-સાથે સૌર પેનલો દ્વારા મોટા પ્રમાણમાં વિજળી મેળવી શકાશે જેથી કરોડો ચો.કિમી જમીનનો બેવડો લાભ  લઈ શકાય છે. સૌરપેનલોની નિચે ગોઠવેલા ટર્બાઈન દ્વારા જનરેટરને...

ગણિત-વિજ્ઞાન પ્રદર્શન-2012 માં ભેસાણા પગાર કેન્દ્ર શાળાની કૃતિઓ

Image
ગણિત-વિજ્ઞાન પ્રદર્શન-2012 વિભાગ-1 ઉધ્યોગ કૃતિનું નામઃ- પાઈપ ઈસ્પેક્ષન રોબોટ સિધ્ધાંતઃ- રોબોટની કાર્યપધ્ધતિ. રચનાઃ- આકૃતિ-1માં બતાવ્યા મુજબનો એક ત્રણ સિડી જેવા આધારો વાળા ટાયરને જોડીને એક બંન્ને દિશામાં સરકી શકે તેવી તથા પોતાના વ્યાસ તરફ અને કેન્દ્ર તરફ સરકી શકે તેવી એક સાદી ગાડી જેવી રચના બનાવો. જેને સાદી મોટરો દ્વારા જોડવાથી રોબોટ આગળ-પાછળ સરકી શકે તેવો બને છે. રોબોટની આગળની તરફ વિડીયો કેમેરો જોડી તથા એલ ઈ ડી દ્વારા પ્રકાશ પાડીને તેના દ્વારા જીલાતુ દ્રશ્ય કોમ્પ્યુટર સ્ક્રિન પર જોઈ શકાય છે. એક મોટુ નકામુ ખોખુ લઈ તેમાં એક પાઈપ ગોઠવી તેમાં રોબોટ ગોઠવીને તેને રમકડાની ગાડીના રિમોટ સાથે જોડીને રિમોટ વડે આગળ-પાછળ ફળે તેમ ગોઠવી શકાય છે. સમગ્ર રચના સાથે કોમ્પ્યુટર જોડીને સમગ્ર રચનાને આખરી ઓપ આપવામાં આવેલ છે. કાર્યપધ્ધતિઃ- આકૃતિ-1માં બતાવવામાં આવેલા રોબોટને પાઈપ દ્વારા બનાવવામાં આવેલ બોરવેલ જેવી રચનામાં મુકવામાં આવે છે ઈલેક્ટ્રોનિક રચના વડે તેને આગળ પાછળ મુવમેન્ટ કરી શકાય છે.  અને તેના દ્વારા પાઈપની સ્થિતિ જાણી શકાય છે. ઘણી વખત પાઈપમાં કે બોરવેલમાં બાળકો પડી જત...